શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

બાળમેળો અને લાઇફ સ્કીલ બાળમેળો

આજે ભુરગઢ અનુપમ શાળામાં બાળમેળાનું સુંદર આયોજન શાળા પરિવાર તરફથી કરવામા આવ્યું. બાળમેળામાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર સૌથી વધારે ભાર મુકવામાં આવ્યો હતો. બાળકોના કૌશલ્ય વિકાસ અને કૌશલ્ય નિર્માણ માટેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. બાળક પોતાની ઉંમર અને ધોરણ મુજબ વ્યાવહારિક અને જવાબદારીપૂર્વક ઘર અને શાળાનાં કામ કરતાં શીખે એ માટે રંગોળી, ચિત્રકામ, ચિટકકામ, રંગપૂરણી, કાગળકામ, વેસ્ટમાંથી બેસ્ટ, તોરણ નિર્માણ, સફાઈ માટે જાતે સાવરણા, વર્ગખંડ સુશોભન, અલગ અલગ સમાજના લોકોની વેશભૂષા, વ્યવસાયકારો, જેવા કે વેપારી, ખેડૂત, ફુગ્ગાવાળો, શાકભાજી વાળો, પોલીસ, દૂધવાળો વગેરે સાથે અભિનય તો ખરો જ... આ બધી સર્જનાત્મક પ્રવૃતિઓ બાદ છેલ્લે ગરબાની રમઝટ તો ખરી જ... ખરેખર આજે બાળકોને ખૂબ જ મજા પડી.... 🇮🇳

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો