શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

મંગળવાર, 11 એપ્રિલ, 2023

ધો -8 ના બાળકોનો દિક્ષાંત સમારોહ.... ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળા..11/04/2023

🌴#દીક્ષાંત_સમારોહ🌴
આજ રોજ ધોરણ 8 ના બાળકોના દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આજથી આઠ વર્ષ પૂર્વે શાળામાં પ્રવેશ પામેલાં બાળકો આજે શાળામાંથી વિદાય પામ્યા.
મિત્રો... આઠ વર્ષ સુધી શાળામાં રહેલા બાળકોના શૈક્ષણિક, તાર્કિક, માનસિક અને પોતાની પ્રતિભાના સર્વાંગી વિકાસ માટે શાળા પરિવારે હર હંમેશ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો અને મહેનત કરી છે. વળી વ્યક્તિગત અને અન્ય કલા કૌશલ્યના વિકાસ માટે પણ પ્રતિબદ્ધતા દાખવી છે. અમારી શાળાનું હર એક બાળક જ્યાં પણ જશે ત્યાં સંસ્કાર અને કૌશલ્યના વિકાસથી આગવી ઓળખ ઉભી કરશે એનો અમને પૂરો વિશ્વાસ છે. આજે વિદાય પામેલ હર એક शिक्षार्थी પોતાના પસંદગીના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કરી સમાજ અને રાષ્ટ્રનિર્માણના પવિત્ર કામમાં પોતાનું યોગદાન આપે તેવી અનંત શુભકામનાઓ........💐 

આજના ધોરણ 8 ના દીક્ષાંત સમારોહમાં શાળા પરિવારે બાળકોને આશીર્વાદ આપ્યા.
સંઘર્ષભર્યા વાતાવરણમાંથી આગળ કેવી રીતે વધવું અને જીવનમાં શિક્ષણ સિવાય કશું જ નથી અને શિક્ષણના મહત્ત્વ વિશે સમજ આપી. વળી વિસ્તાર ગ્રામ્ય હોવાથી એક પણ દીકરી શિક્ષણ અધવચ્ચે ના છોડે અને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરે તેવું માર્ગદર્શન આપ્યું.
🕉️
શાળા પરિવારવતી બધા જ વિદ્યાર્થીઓને #દીકરો_મારો_દોસ્ત અને વિદ્યાર્થીનીઓને #દીકરી_મારી_દુલારી પુસ્તક આપી પોતાના શૈક્ષણિક અને સામાજિક જીવનમાં પણ ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી...

આજના પ્રસંગે અમારા સેન્ટરના CRC માનનીય મુકેશભાઈ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. વિદાય લઈ રહેલા બધા જ બાળકોને એક એક બોલપેન આપી અને આજના સમયમાં શિક્ષણના મહત્વ વિશે સમજ આપી અને બાળકોને જીવનમાં આગળ વધવાની પ્રેરણા અને શુભેચ્છાઓ પાઠવી...
આ પ્રસંગે ધોરણ 8 નાં બાળકોએ પોતાનાં શાળા જીવનનાં સંસ્મરણો વાગોળ્યાં અને પ્રતિભાવો રજૂ કર્યા હતા...

આજના સમારોહના મુખ્ય દાતા કહી શકાય તેવા #દીપાજી_કેસરાજી_ચૌધરી તરફથી બાળકોને જલેબી, ગોટા, કઢી, મરચાં, ડુંગળી અને છાસનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.
અન્નદાન મહા દાન સૂત્રને સાર્થક કરતા દીપાજીનો શાળા પરિવાર આભાર માને છે. ભગવાન એમને જીવનમાં ખૂબ ધન, સંપત્તિ અને શાંતિ આપે તેવી પ્રાર્થના....

આજના પ્રસંગે ધોરણ 8 ના બાળકોએ વોલીબોલની કીટ શાળાને સપ્રેમ ભેટ આપી. જેના થકી શાળાના બાળકો રમત ગમતમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી. આ પ્રસંગે શાળા પરિવાર પણ ધોરણ 8ના બાળકોનો આભાર માને છે. 🙏🇮🇳
शुभम् भवतु ।

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો