*🌴हमारी संस्कृति, हमारी पहचान।🌴*
શિક્ષણ, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાના સુભગ સમન્વય અનુસાર આજે અમારી ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળામાં વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. કોઈપણ તહેવાર, પ્રસંગ કે ઉત્સવની ઉજવણી બાળકોમાં કલા, સાહિત્ય, સંસ્કાર અને તેની સાથે જોડાયેલ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક અભિગમનું સિંચન કરે છે. તે અનુસાર આજે શાળાના બાળકોએ માટીમાંથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવી, ઘણાં બાળકોએ કાગળ પર ગણપતિ બાપાની આકૃતિ બનાવી તો ઘણા બાળકોએ રંગપૂરણી અને ચીટકકામ પણ કર્યું. વળી તોરણ અને સ્થાન સુશોભન પણ કરવામાં આવ્યું. શાળા પરિવાર અને બાળકો દ્વારા સંગીતના સાધનો અને સંગીતના નાદ સાથે શાળાના પ્રાંગણમાં ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા. ખરેખર બાળકોને ખૂબ મજા આવી અને શાળાનું સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યું..🕉️
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો