શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

સોમવાર, 1 જાન્યુઆરી, 2024

ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળા માં સ્વેટરનું દાન

*🕉️🚩જન સેવા એ જ પ્રભુ સેવા🚩🕉️*
આપણી ભારતીય સંસ્કૃતિમાં દાનનું અનેરું મહત્વ છે. દાન ઘણા બધા પ્રકારનું હોઈ શકે. જે સમયનું હોય, ધનનું હોય કે પછી શ્રમનું હોય. કોઈપણ વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર દાન કરતા હોય છે. માનવ આજીવન પોતના અને પોતના પરિવાર માટે નોકરી, ધંધો અને કંઇકને કંઇક કામ કરતો જ હોય છે. પરંતુ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર તેમાંથી બીજાના માટે આપણે શું કરી શકીએ તેનું આદર્શ ઉદાહરણ આજે ઢાંકણીયાવાસ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય *શ્રી ધનજીદાદા* ના પ્રયત્નોથી ત્રણ મહાનુભાવોએ પૂરું પાડ્યું. 
માનનીય...
*1. ભરતભાઈ કતીરા*
*2. વિપુલભાઈ પલણ*
*3. લાલાભાઈ ઠક્કર*
ઉપરોક્ત ત્રણેય મહાનુભાવો દ્વારા આજે અમારી શાળાનાં આશરે 70 જેટલાં જરૂિયાતમંદ બાળકોને સરસ મજાનાં સ્વેટર દાનમાં આપવામાં આવ્યા. ખરેખર સ્વેટર જોઈને બાળકો ખૂબ જ ખુશ થઈ ગયાં. આ સેવા કાર્ય બદલ સમગ્ર ભુરગઢ પરિવાર આ ત્રણેય મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભગવાન એમના ધનના ભંડાર ભરેલા રાખે તેવી પ્રાર્થના....🕉️🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો