શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

બુધવાર, 13 માર્ચ, 2024

ઈસરો અમદાવાદ દ્વારા આયોજિત *"વિક્રમ સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન"* અંતર્ગત આજે થરાદ તાલુકાની વીરગૌચર અનુપમ પ્રાથમિક શાળામાં જવાનું થયું. મુલાકાત દરમિયાન ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા અવકાશ વિશે સુંદર મજાની માહિતી, વળી અત્યાર સુધીના બધા ઉપગ્રહના મોડેલ વિશેની વિગતવાર માહિતી, ઉપગ્રહ બનાવવાથી લઈને ઉપગ્રહ લોન્ચ કરવા સુધીની સમજ આપી. બાળકોને ખૂબ જ મજા આવી અને સવિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું. ઈસરોથી આવેલ વૈજ્ઞાનિકોના કાર્ય, બાળકો માટે તેમના કર્તવ્ય ભાવ અને એમની કર્મનિષ્ઠાને વંદન, ખરેખર ટીમ ઇસરોને દિલથી સલામ...તેમજ વીર ગૌચર શાળા પરિવારે આવા સુંદર કાર્યક્રમની યજમાની કરી અમને ઘર આંગણે વૈજ્ઞાનિકોને મળવાનો અવસર પ્રદાન કર્યો એ બદલ આભાર....🇮🇳🕉️

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો